Video: બાવળામાં પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રહીશે પાલિકાના પ્રમુખને ઝિંક્યો લાફો

અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને નગરપાલિકાના મહિલા

અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને નગરપાલિકાના મહિલા પ્રમુખ અને એક સ્થાનિક રહેવાસી વચ્ચે થયેલી બોલાચાલી હિંસક બની હતી. આ ઘટનામાં સ્થાનિક રહેવાસીએ મહિલા પ્રમુખને લાફો માર્યો હોવાના આક્ષેપો થયા છે. 

પાણી નિકાલની વ્યવસ્થા કરી રહ્યા હતા અને થઈ બોલાચાલી 

બાવળામાં પડેલા વરસાદને કારણે ગર્લ્સ સ્કૂલ રોડ પર પાણી ભરાયા હતા. નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ પોતાની ટીમ સાથે પાણીના નિકાલ માટે ત્યાં પહોંચ્યા હતા. કામગીરી દરમિયાન તેઓ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પાસે આવ્યા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા હતા. તે સમયે સોસાયટીના રહીશ પ્રદ્યુમનસિંહ ચાવડા ત્યાં આવ્યા અને પ્રમુખને કામ રોકવા માટે કહ્યું અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જાહેરાત

સ્થાનિકે અપશબ્દ કહી લાફો માર્યો 

પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે જણાવ્યું કે પ્રદ્યુમનસિંહે તેમને અપશબ્દો કહ્યા અને પછી લાફો માર્યો, જેના કારણે તેમનો ડ્રેસ પણ ફાટી ગયો. આ ઘટના બાદ પ્રજ્ઞાબેન પટેલે બાવળા પોલીસ મથકે પ્રદ્યુમનસિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત