ઉપલેટા/ નકલી પશુપાલક બની બેન્કમાંથી લીધી લાખોની લોન, 9 ભેજાબાજો સામે મેનેજરે નોંધાવી ફરિયાદ
રાજકોટના ઉપલેટા શહેરની HDFC બેંક સાથે ભેજાબાજોએ 64 લાખ રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ

રાજકોટના ઉપલેટા શહેરની HDFC બેંક સાથે ભેજાબાજોએ 64 લાખ રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે HDFC બેન્કના રિજનલ મેનેજરે ઢાંક ગામના નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિઓ HDFC બેન્કની ઉપલેટાની શાખામાં ગ્રાહક બની પશુ ખરીદવા માટે તેમજ પશુ સંબંધિત પશુપાલકોને મળતી લોન મેળવવા માટેની અરજીઓ કરી હતી.
લોનની વિગતો
(1) મહાવીરસિંહ ગોગુભા વાળા – રૂપિયા 09,66,251/-
(2) રમેશભાઈ કાનભાઈ કરોતરા – રૂપિયા 09,66,251/-
(3) ભીખાભાઈ પુંજાભાઈ ભારાઈ – રૂપિયા 09,66,251/-
(4) હીરાભાઈ ધાનાભાઈ ભારાઈ – રૂપિયા 09,66,251/-
(5) મંગળુભાઈ ભીખુભાઈ માલા – રૂપિયા 08,91,924/-
(6) મધુબેન હરસુરભાઈ માકડ – રૂપિયા 09,66,251/-
(7) ભીખાભાઈ ચનાભાઈ કરોતરા – રૂપિયા 09,66,251/-
(8) ટમુબેન ભીખાભાઈ કરોતરા – રૂપિયા 09,66,251/-
(9) રંજનબેન ભાણાભાઈ ડાંગર – રૂપિયા 07,43,270/-
ખોટા પુરાવા રજૂ કરીને લોન લીધી
અરજીઓમાં દૂધની આવક અંગેના દાખલાઓ તેમજ અલગ-અલગ દૂધની ડેરીઓ ખાતેથી બનાવટી ડોક્યુમેન્ટ મેળવી અને ખોટી માહિતીઓ આપી બનાવટી ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા.
પોલીસે 406, 420, 465, 468, 471 મુજબ ગુનો નોંધ્યો
આ ડોક્યુમેન્ટના આધારે બેન્કે લોન્ક આપી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે આ તમામ ડોક્યુમેન્ટ બનાવટી હતા. તો બીજી તરફ બેંકની લોનની રકમ નહીં ચૂકવતા મેનેજરે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે I.P.C. કલમ 406, 420, 465, 468, 471 મુજબ ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ મામલાની અંદર HDFC બેન્કના મેનેજર દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદમાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામના મહાવીરસિંહ ગોગુભા વાળા, રમેશભાઈ કાનભાઈ કરોતરા, ભીખાભાઈ પુંજાભાઈ ભારાઈ, હીરાભાઈ ધાનાભાઈ ભારાઈ, ભીખુભાઈ મંગળુંભાઈ ભીખુભાઈ માલા, મધુબેન હરસુરભાઈ માકડ, ભીખાભાઈ ચનાભાઈ કરોતરા, ટમુબેન ભીખાભાઈ કરોતરા અને રંજનબેન ભાણાભાઈ ડાંગર સહિત નવ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.








