મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજ નગરપાલિકાના નવા હોદ્દેદારોની લાંબા સમયથી જોવાતી નિમણૂકની આતુરતાનો અંત

ભુજ નગરપાલિકાના નવા હોદ્દેદારોની નિમણૂકની લાંબા સમયથી જોવાતી આતુરતાનો અંત આવ

તસવીર: gstv

ભુજ નગરપાલિકાના નવા હોદ્દેદારોની નિમણૂકની લાંબા સમયથી જોવાતી આતુરતાનો અંત આવ્યો છે અને ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર રીતે નામોની જાહેરાત કરવામાં આવી છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કર જવાબદારી સંભાળશે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા આ નવા નેતૃત્વને પગલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં શહેરના વિકાસકામોને નવી ગતિ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો