મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના મેયર અને અધિકારીઓ બન્યા સ્થાનિકોના રોષનો ભોગ, આ છે કારણ

વડોદરાના માંજલપુરમાં મહાપાલિકાના મેયર સહિતના અધિકારી સામે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. માંજલપુરના નાગિરકોએ મેયર અને સ્ટેન્ડિંગ કમ

વડોદરાના માંજલપુરમાં મહાપાલિકાના મેયર સહિતના અધિકારી સામે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. માંજલપુરના નાગિરકોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ઘેરીને લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો.

જનનેતાઓનો સ્થાનિકોનો ઉધડો લીધો

સ્થાનિકોએ પાણીની સમસ્યા સહિતની અન્ય જનપ્રશ્નોના મામલે જનનેતાઓનો ઉધડો લીધો હતો. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં સ્થાનિક ભાજપમાં પણ ખળભળાટ મચ્યો હતો.

 સ્થાનિકોએ તેમને ઘેરીને આક્રોશ ઠાલવ્યો

માંજલુપરમાં ચોમાસામાં પણ પાણીની સમસ્યા છે. તેવામાં દશામાની પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા અને મેયર જ્યારે અધિકારીઓ સાથે કૃત્રિમ તળાવ જોવા પહોંચ્યા તો સ્થાનિકોએ તેમને ઘેરીને આક્રોશ ઠાલવ્યો હતો. મેયર પિન્કી બહેન સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન ડૉ. શિતલ મિસ્ત્રીને ખરી-ખોટી વાતો સંભળાવી હતી.

આ સમાચાર શેર કરો