મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

VIDEO: રાહુ-કેતુની અસીમ કૃપા! આ ભાગ્યશાળીઓ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ!

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ભલે રાહુ અને કેતુને ઉલ્ટી ચાલ ચાલનારા ગ્રહો કહેવામાં આવે છે, પ

તસવીર: gstv

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ભલે રાહુ અને કેતુને ઉલ્ટી ચાલ ચાલનારા ગ્રહો કહેવામાં આવે છે, પરંતુ તેમનો પ્રભાવ ખૂબ જ ઊંડો અને નિર્ણાયક માનવામાં આવે છે. આ બંને ગ્રહો લગભગ 18 મહિનામાં એક વાર રાશિ પરિવર્તન કરે છે, તેથી તેમનું ગોચર જીવનમાં મોટા ફેરફારોનો સંકેત આપે છે. દ્રિક પંચાંગ પ્રમાણે વર્ષ 2026માં 5 ડિસેમ્બરનો દિવસ ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે રાહુ કુંભ રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરશે, જ્યારે કેતુ સિંહ રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ ખગોળીય પરિવર્તનની તમામ રાશિઓ પર અસર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય વિશેષ તકો લઈને આવી શકે છે.

રાહુ-કેતુનું ગોચર આટલું પ્રભાવશાળી કેમ હોય છે?

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાહુને અચાનક લાભ, ટેક્નોલોજી, વિદેશ અને મહત્વકાંક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કેતુ આધ્યાત્મિકતા, અનુભવ અને કર્મોના પરિણામ સાથે જોડાયેલ હોય છે. જ્યારે આ બંને ગ્રહો પોતાની રાશિ બદલે છે ત્યારે વ્યક્તિના જીવનમાં નવા વળાંક આવે છે. આ બંનેનું ગોચર કરિયરમાં અચાનક પરિવર્તન લાવે છે. નવી તકો આવે છે. માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. જૂના કામનું પરિણામ મળે છે. આ જ કારણ છે કે રાહુ-કેતુનું ગોચર હંમેશા ચર્ચામાં રહે છે. તો ચાલો જાણીએ કે, વર્ષ 2026ના અંતમાં થવા જઈ રહેલા રાહુ કેતુના ગોચરથી કઈ રાશિઓને ફાયદો મળશે.

વૃષભ રાશિ: કરિયરમાં નવી ઓળખ મળશે

વૃષભ રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. નોકરીમાં તમને નવી જવાબદારી મળી શકે છે. અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. તમને ભાગ્યનો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. આ સમય તમારા પ્રોફેશનલ ગ્રોથ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ: વિદેશ અને શિક્ષાના યોગ

મિથુન રાશિના જાતકો માટે આ ગોચર નવી તકોના દ્વાર ખોલી શકે છે. ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં વિસ્તરણ થશે. નવા પ્રોજેક્ટની શરૂઆત થશે. રોકાણથી લાભ મળવાની સંભાવના છે. જે લોકો કરિયરમાં બદલાવ ઈચ્છે છે તેમના માટે આ સમય ખાસ હોઈ શકે છે.

કન્યા રાશિ: આવકના નવા સ્ત્રોત બનશે

કન્યા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. પ્રમોશન કે નોકરી બદલાવના સંકેતો છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. કામમમાં સ્થિરતા અને ગ્રોથ પ્રાપ્ત થશે. આ સમય આર્થિક રીતે મજબૂત બનવાની તક આપી શકે છે.

વૃશ્ચિક રાશિ: પરિવાર અને પ્રોપર્ટીમાં રાહત

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગોચર રાહત લઈને આવી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલે તમને સફળતા મળી શકે છે. પારિવારિક વિવાદોનો ઉકેલ આવી શકે છે. બિઝનેસમાં નવી યોજનાઓ સફળ થશે. આત્મવિશ્વાસ વધશે. આ સમય દરમિયાન તમે પહેલા કરતા વધુ મજબૂત અનુભવ કરશો.

મકર રાશિ: મહત્વકાંક્ષા નવી ઉડાન આપશે

રાહુનો પ્રવેશ મકર રાશિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવી રહ્યો છે. કરિયરમાં પ્રગતિની તક મળશે. નવી જવાબદારીઓ મળવાના સંકેતો છે. આર્થિક લાભ થવાની શક્યતાઓ છે. ધ્યેય પ્રાપ્ત કરવાની ઉર્જા વધશે. આ સમય તમને તમારા સપનાની નજીક લઈ જઈ શકે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો