મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

દોઢ વર્ષ સુધી આ રાશિના જાતકો પર રહેશે રાહુ-કેતુની ક્રૂર દૃષ્ટિ, રાખવી પડશે વિશેષ સાવધાની

18 મે 2025ના રોજ રાહુ-કેતુનું મહાગોચર કર્યું છે. રાહુ કુ

દોઢ વર્ષ સુધી આ રાશિના જાતકો પર રહેશે રાહુ-કેતુની ક્રૂર દૃષ્ટિ, રાખવી પડશે વિશેષ સાવધાની

18 મે 2025ના રોજ રાહુ-કેતુનું મહાગોચર કર્યું છે. રાહુ કુંભ રાશિમાં ગોચર કર્યો છે, જ્યારે કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં હોય છે. રાહુ-કેતુ ગોચરના રાશિ પરિવર્તનની અસર દેશ-દુનિયા પર જોવા મળે છે.   

વૈદિક જ્યોતિષમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં છે. તેઓ  હંમેશા ઉલ્ટી એટલે કે વક્રી ચાલ ચાલે છે. જેની પોઝિટિવ અને નેગેટિવ બેન્ને અસર જોવા મળે છે. અહીં જાણીએ રાહુ-કેતુની આ વક્રી ચાલથી કઈ બે રાશિઓ પર સૌથી વધુ અસર જોવા મળશે. રાહુ-કેતુના આ ગોચરથી સૌથી વધુ અસર કુંભ અને સિંહ રાશિ પર જોવા મળશે. જેના કારણે આ રાશિના જાતકોને મિશ્ર પરિણામો જોવા મળશે. 

સિંહ રાશિ

રાહુ-કેતુના ગોચરની અસરથી સિંહ રાશિના જાતકોના જીવનામાં ઉતાર-ચડાવ આવી શકે છે. કરિયર સંબંધિત કામ બગડી શકે છે. જીવનસાથી સાથે ગેરસમજો વધી શકે છે. વ્યાપાર પર વિશેષ ધ્યાનની જરુર રહેશે. આ સિવાય સિંહ રાશિવાળાઓને નોકરીમાં સારા પરિણામ મળી શકે છે. કામ કરવાને લઈને નવી યોજનાઓ તૈયાર કરી શકશો. વ્યાપાર માટે વિદેશ જઈ શકો છો. 

કુંભ રાશિ

રાહુ-કેતુના ગોચરની અસર કુંભ રાશિ પર પણ મિશ્ર અસર જોવા મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખશો તો પરિણામ સારા મળશે. સ્વાસ્થ્યનું સૌથી વધારે ધ્યાન રાખવું. દરેક નિર્ણયો સમજી વિચારીને લેવા. આ સિવાય સંબંધોમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. વ્યાપાર અને નોકરીમાં સારા પરિણાણો જોવા મળી શકે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો