Video: અમદાવાદની આ શાળાની ગ્રાન્ટ થઈ રદ, સ્કૂલમાં હતો સુવિધાનો અભાવ
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્યાલયની ગ્રાન્ટ રદ કરાઈ છે. શાળાના શિક્ષકે રાજીનામું આપ્યા
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્યાલયની ગ્રાન્ટ રદ કરાઈ છે. શાળાના શિક્ષકે રાજીનામું આપ્યા બાદ DEO એ શાળામાં તપાસના આદેશ આપ્યા હતા, જેમાં શાળામાં ગેરરીતિ જણાતા 100 ટકા ગ્રાન્ટ રદ્દ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિરાટનગરમાં આવેલી આદર્શ વિદ્યાલયની 100 ટકા ગ્રાન્ટ રદ કરવામાં આવી છે. કમિશ્નર ઓફ સ્કૂલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આદર્શ સ્કૂલના શિક્ષકે રાજીનામું આપ્યા બાદ વિવાદ વધ્યો હતો, જે બાદ DEO એ શાળામાં તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં શાળામાં હાજર વિદ્યાર્થીની સંખ્યા ખૂબ ઓછી હતી, હવા ઉજાસનો અભાવ અને વર્ગખંડમાં પૂરતા ઇન્સ્ટ્રુમેન્ટ પણ નહોતા. DEO એ શાળાની માન્યતા રદ કરવા માટે બોર્ડમાં પણ રજૂઆત કરી છે.
જાહેરાત








