મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ખુલ્યું પ્રથમ આધાર કેન્દ્ર, હવે અમદાવાદ-સુરતના ધક્કામાંથી મળશે મુક્તિ!

સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો માટે એક રાહતના સમા

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરીજનોને નવા ઓળખપત્ર કઢાવવા કે સુધારા-વધારા કરાવવા માટે હવે અમદાવાદ કે સુરત સુધી લાંબા થવું નહીં પડે, કારણ કે સુરેન્દ્રનગર શહેરમાં વિધિવત રીતે પ્રથમ વિશેષ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્ર પર ૧૮ વર્ષથી ઉપરના નાગરિકો માટે નવું કાર્ડ કઢાવવા તેમજ સરનામું બદલવા સહિતની તમામ કામગીરી સરળતાથી હાથ ધરવામાં આવશે. આ સુવિધાનું ઉદ્ઘાટન સાંસદ ચંદુ સિહોરા અને ધારાસભ્ય જગદીશ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્રના પ્રારંભ પ્રસંગે ખુદ સાંસદ ચંદુ સિહોરા, ધારાસભ્ય જગદીશ મકવાણા અને મેયર રાકેશ રાઠોડે પોતાના કાર્ડમાં જરૂરી સુધારા કરાવીને આ નૂતન સેવાનો લાભ લીધો હતો અને પ્રજાજોગ સુવિધાને બિરદાવી હતી.

આ સમાચાર શેર કરો