મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મુળીના સરા ગામે ખાતરમાં ભેળસેળ કરાતી હોવાનો ખેડૂતનો દાવો, વીડિયો વાયરલ કરી કર્યા આક્ષેપ

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરા ગામે યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય ખાતરની બેગ

તસવીર: gstv

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરા ગામે યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય ખાતરની બેગ ફરજિયાત અપાતી હોવાના આક્ષેપો થયા છે. દાધોળીયાના જાગૃત ખેડૂતે ખેતરમાં ખાતર નાખતી વખતે તેમાં દરિયાઈ રેતી જેવી સામગ્રીની ભેળસેળ હોવાનો દાવો કર્યો છે. ખેડૂતે સમગ્ર મામલાનો વીડિયો બનાવી વાયરલ કરીને અન્ય ખેડૂતોને પણ જાગૃત કર્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયાની અછતને કારણે તેઓ મજબૂરીમાં અન્ય ખાતરો પણ ખરીદવા મજબૂર બની રહ્યા છે. ત્યારે ભેળસેળવાળા ખાતર અંગે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

આ સમાચાર શેર કરો