VIDEO: 200ના ટોકન માટે ડ્રાઈવરે મુસાફરોના જીવ સાથે રમત રમી, 10 કિમી રોંગમાં ચલાવી બસ
સલામત સવારી, એસટી હમારીના સૂત્ર અને તેના અમલીકરણમાં મોટો તફાવત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીથી

સલામત સવારી, એસટી હમારીના સૂત્ર અને તેના અમલીકરણમાં મોટો તફાવત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીથી ખંભાત જતી બસનું એક હોટલમાં સ્ટોપેજ આપવાનું ભૂલી જતાં ડ્રાઈવરે 10 કિમી રોંગસાઈડમાં ચલાવી હતી.
સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં 16મેના અંબાજીથી ખંભાત માટે આ એસટી બસ જઈ રહી હતી. હિંમતનગરથી નીકળ્યા બાદ બસ પ્રાંતિજ પહોંચી, ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આપ્યું કે 10 કિમી પહેલા સલાલ પાસે આગમન હોટેલમાં તે બસ ઉભી રાખવાનું ભૂલી ગયો છે, જેના કારણે લોકોના જીવની પરવા કર્યા વિના તે હોટેલ સુધી જવા ડ્રાઈવરે 10 કિમી રોંગ સાઈડમાં ચલાવી હતી.
બસ ઉભી રાખવા માટે 200નું ટોકન મળે છે
મુસાફરોએ આ અંગે વિરોધ કર્યો તો પહેલા તો ડ્રાઈવર- કન્ડક્ટરે ઉદ્ધત જવાબ આપ્યા હતા. આખરે લોકોનો ગુસ્સો જોઈને તેમણે એમ કહ્યું કે આ હોટલ પર અમારે બસ ઉભી રાખવી ફરજીયાત છે. કેમકે, ત્યાં બસ ઉભી રાખવા માટે 200નું ટોકન મળે છે. મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી તો ડ્રાઈવર- કન્ડક્ટરે ગલ્લાં-તલ્લાં કર્યા હતા. લાંબી રકઝક પછી આ ફરિયાદ પોથી તેમણે આપી હતી.






