મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 4 હજાર થી 5 હજાર કટ્ટા ડુંગળીની આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ પીળીપતી ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે. ખાસ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ પીળીપતી ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે. ખાસ કરીને વાંકાનેર જેવા વિસ્તારોમાંથી ઉનાળુ પીળીપતી ડુંગળીની આવકો વધી છે, પરંતુ ખેડૂતોને તેના પૂરતા ભાવ મળી રહ્યા નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 4 હજાર થી 5 હજાર કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ રહી છે, પરંતુ ખેડૂતોને એક મણ ડુંગળીના માત્ર ૧૦૦ થી ૩૦૦ રૂપિયા જ ભાવ મળી રહ્યા છે. આ ભાવ ઉત્પાદન પડતરથી પણ લગભગ ૨૦૦ રૂપિયા ઓછા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

આ સમાચાર શેર કરો