VIDEO: દેશને મળી વધુ 3 વંદે ભારત ટ્રેન, PM મોદીએ લીલી ઝંડી બતાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરૂના KSR રેલવે સ્ટેશન પર 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરૂના KSR રેલવે સ્ટેશન પર 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બેંગલુરૂથી બેલગાવી, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની)થી પૂણે સુધીની ટ્રેન સામેલ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી બાળકો સાથે વાતચીત પણ કરી હતી.
દેશમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધી
સરકારનું કહેવું છે કે ટ્રેનમાં પ્રવાસન, રોકાણ અને આર્થિક ગતિવિધિમાં ઝડપ આવશે. કર્ણાટકમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધીને 11 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં 6, જમ્મુ કાશ્મીરમાં 4 અન પંજાબમાં 3 વંદે ભારત ટ્રેન ઉપલબ્ધ હશે. વંદેભારત ટ્રેનથી ચારેય રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે અને લોકોને ઝડપી, આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો વિકલ્પ મળશે.
કેએસઆર બેંગલુરૂ-બેલગાવિ વંદે ભારત: ધારવાડ, હુબ્બલિ, હાવેરી, દાવણગેરે, તુમકૂર અને યશવંતપુર
નાગપુર (અજની)-પૂણે વંદેભારત: વર્ધા, બડનેરા, અકોલા, ભુસાવલ, જલગાંવ, મનમાડ, કોપરગાંવ, અહમદનગર, દૌંડ કોર્ડ લાઇન
શ્રી માતા વેષ્ણોદેવી કટરા- અમૃતસર વંદે ભારત: જમ્મુ તાવી,પઠાણ કોટ કેન્ટ, જાલંધર, બ્યાસ
બેંગલુરૂ યેલો લાઇન મેટ્રોનું પણ ઉદ્દઘાટન
વડાપ્રધાન મોદીના હસ્તે બેંગલુરૂ યેલો લાઇન મેટ્રોનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 19.15 કિમી લાંબી યેલો લાઇન પર 16 સ્ટેશન છે.












