મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેર ટ્રાફિક પોલીસે વાહન ચલાવવા મામલે કડક કાર્યવાહી કરી, મોત અને ગંભીર ઈજાઓના આંકડામાં ઘટાડો

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઈડ તેમજ ભયજનક રીતે વાહન ચલા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઈડ તેમજ ભયજનક રીતે વાહન ચલાવવા મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં ગત વર્ષની સરખામણીએ અકસ્માતોમાં મોત અને ગંભીર ઈજાઓના આકંડામાં ઘટાડો થયો છે. વર્ષ 2023માં પહેલી જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીમાં 297 લોકોના અકસ્માતમાં મોત થયા જેની સરખામણીએ ચાલુ વર્ષે આ જ 7 મહિનામાં 226 લોકોના અકસ્માતમાં મોત થયા છે. એટલે કે અકસ્માતમાં મૃત્યુઆંક 23 ટકા ઘટ્યો છે. સાથે અકસ્માતમાં ગંભીર ઈજાઓના ગત વર્ષ 385 કેસ સામે આવ્યા હતા જેની સામે આ વર્ષે 394 એટલે કે 2.33 ટકાનો વધારો થયો છે. 

આ સમાચાર શેર કરો