મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના મુવાલ ગામના ખેતરમાંથી મળેલા મહિલાના કંકાલનો મામલો, પોલીસે દોઢ મહિના બાદ ઉકેલ્યો ભેદ

વડોદરા જિલ્લાના સાવલી તાલુક

તસવીર: gstv

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામના નીલગીરીના ખેતરમાંથી મળી આવેલા અજાણી મહિલાના કંકાલ કેસનો ભેદ પોલીસે દોઢ મહિના બાદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે સાબરકાંઠાના તલોદની 50 વર્ષીય મહિલા ભાવનાબેનની હત્યા તેમના જ 30 વર્ષીય મિત્ર સાગરસિંહ મકવાણાએ પ્રેમ સંબંધના કારણે કરી હતી. ગત 30 માર્ચે પાવાગઢ દર્શન માટે નીકળ્યા બાદ ગુમ થયેલી મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર જોઈ પરિવારે તેમની ઓળખ કરી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપી પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો