મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રના ચંદ્રપુરના ઝારત નાળામાં ડ્રાઈવર સાથે કાર તણાઈ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, નદી નાળામાં નવા નીર આવી રહ્યા છે. ત્

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, નદી નાળામાં નવા નીર આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરમાં મહાકાળી કોલિયરીની વેકોલીની જીઈએમ ઓફિસ તરફ જતા રસ્તા પાસે આવેલા ઝારત નાળામાં એક કાર તણાઈ હતી.

કાર ચાલકને નાળાના પ્રવાહમાં કાર લઈને પસાર થવું ભારે પડ્યું

કારના તણાવાના  વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મળતા અહેવાલ પ્રમાણે નાળાના જોરદાર કરંટમાં ડ્રાઈવર સાથે આ કાર તણાઈ હતી. કાર ચાલકને નાળાના પ્રવાહમાં કાર લઈને પસાર થવું ભારે પડ્યું હતું. 

આ સમાચાર શેર કરો