VIDEO: પાલનપુર થ્રિલેગ એલિવેટેડ બ્રિજ મામલે એજન્સીએ કરી સ્પષ્ટતા, પુલમાં કોઈ જ ખામી નથી
પાલનપુરમાં થ્રિલેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેના પાછળ 89.10 કરોડનો ખર
પાલનપુરમાં થ્રિલેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેના પાછળ 89.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાલનપુરમાં બનીને તૈયાર થયેલા એલિવેટેડ બ્રિજનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં આ બ્રિજ છૂટો પડી ગયો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.
બે સ્લેબ વચ્ચેનો એક્સપાન્સ ન જોઈન્ટ
આ વાયરલ વીડિયો અંગે એજન્સીના પાર્થ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે જે ગેપ દેખાઈ રહ્યો છે એ બે સ્લેબ વચ્ચેનો એક્સપાન્સ ન જોઈન્ટ છે.વીડિયોમાં જે દેખાડવામાં આવ્યું છે તે બ્રિજની ખામી નહીં ડિઝાઈન છે, આ વીડિયો સત્યથી વેગળો હોવાનું સામે આવ્યું છે.
આ બ્રિજમાં 16 હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન લોખંડ
આ બ્રિજમાં 16 હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન લોખંડ વાપરવામાં આવ્યું છે. આ બ્રિજ 951 મીટર લંબાઈના ત્રણ લેગમાં 79 કોલમ પર ઉભો કરવામાં આવ્યો છે. બ્રિજમાં 84 મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.






