VIDEO: માંગરોળની મોબાઈલની દુકાનમાં તોડફોડ કરનાર આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો

જુનાગઢના માંગરોળની મોબાઇલની દુકાનમાં તોડફોડ થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જુનાગઢના માંગરોળની મોબાઇલની દુકાનમાં તોડફોડ થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.  જે શખ્સે તોડફોડ કરી હતી તેના પર ઘણા બધા ગુન્હા હોવાનું પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી.  મળતા અહેવાલ પ્રમાણે  માંગરોળ શહેરમાં સાગર મોબાઇલ નામની દુકાનમાં ૨ થી ૩ જેટલા લેપટોપ તેમજ અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ કરાતાં માંગરોળ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોબાઈલની દુકાનમાંથી હપ્તા સીસ્ટમથી મોબાઈલ ખરીદ્યો

આરોપીએ આ મોબાઈલની દુકાનમાંથી હપ્તા સીસ્ટમથી મોબાઈલ ખરીદ્યો હતો પછી હપ્તા નહીં ભરતા હોવાનાં આક્ષેપ સાથે મોબાઇલ લોક કર્યો હતો જેથી ગ્રાહક દ્વારા મોબાઈલની દુકાન પર આવી લોક ખોલવાનું કહ્યું હતું,

જાહેરાત

જેથી લોક નહીં ખોલતા બબાઇલ થય હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે માંગરોળ પોલીસ એકશનમાં આવીને આરોપીને દબોચ્યો હતો. માંગરોળ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. તો બીજી તરફ આરોપીને  પકડીને સમગ્ર ઘટનાનું રી કન્ટ્રક્શન કરાયું 

આ સમાચાર શેર કરો

જાહેરાત