VIDEO: ગૃહરાજ્યમંત્રીના હોમટાઉનમાં અસામાજિક તત્વોનો આતંક, દુકાનદારે ગ્રાહકને માર્યો માર
સુરતમાં દિવાળીના તહેવારોમાં પણ અસામાજિક તત્વો રજા પર ન ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્યમં

સુરતમાં દિવાળીના તહેવારોમાં પણ અસામાજિક તત્વો રજા પર ન ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉમમાં કાયદાને લઈને સવાલો ઉભા થયા છે. પાંડેસરા વિસ્તારમાં આશાપુરીમાં આવેલી ફટાકડાની દુકાનમાં 3 તારીખે રાત્રી દરમ્યાન ત્રણ જેટલા અસામાજિક તત્વો દ્વારા દુકાનદાર અને ફટાકડા લેવા આવનાર વ્યક્તિને માર માર્યો હતો. જેથી પાંડેસરા પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગના દાવા વીડિયોના આધારે પોકળ સાબિત થયાં છે. લાકડાના ફટકા વડે અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો. હુમલાખોર નશો કરેલી હાલતમાં હોવાનું અનુમાન છે. હુમલામાં 2 લોકોને નાની મોટી ઇજા થઈ હતી. હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. હાલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો: સુરતની નર્મદ યુનિવર્સિટીના ગ્રેડની સાથે વિદેશી વિદ્યાર્થીઓમાં ઘટાડો, હાલ ભણે છે માત્ર 4 વિદ્યાર્થી




