VIDEO: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક; દુકાનદાર પર કર્યો હુમલો, બે આરોપીઓની ધરપકડ

સુરતમાં ફરી એકવાર જાહેરનામાના ભંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અડાજણ વિસ્તારમાં દ

સુરતમાં ફરી એકવાર જાહેરનામાના ભંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અડાજણ વિસ્તારમાં દુકાનો અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. સીસીટીવીમાં અસામાજિક તત્વોના આતંકના દૃશ્યો સામે આવતા કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે.

પોલીસ કમિશનરના કડક આદેશ હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા જાહેરનામાનું પાલન કરાવવામાં ઢીલાશ જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઈ હતી, પરંતુ હાલ સ્થિતિ ફરી બેકાબૂ બની રહી છે. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં એક દુકાનદારે પૈસા માંગતા અસામાજિક તત્વોએ તેની પર હુમલો કરી તમાચા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી હજુ વોન્ટેડ છે. આ ઘટના બાદ હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું સુરતમાં જાહેરનામાનું કડક પાલન થશે કે ફરી કાગળ પર જ સીમિત રહી જશે?

આ સમાચાર શેર કરો

જાહેરાત