મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પશ્ચિમ બંગાળ / ઉત્તર ચોવીસ પરગણામાં સંદેશખાલીના બામનઘેરી વિસ્તારમાં ફાયરિંગના કારણે તણાવ

પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં આવેલા સંદેશખાલીના બ

પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં આવેલા સંદેશખાલીના બામનઘેરી વિસ્તારમાં ફાયરિંગના કારણે તણાવ પ્રસરી ગયો. અહીં સુરક્ષા વ્યવસ્થા જાળવવા ગયેલી કેન્દ્રીય દળો અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ પર અસામાજિક તત્વોએ ઓચિંતો હુમલો કરી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હિંસક ઘટનામાં પોલીસ સ્ટેશનના ઓફિસર ઇનચાર્જ સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોરોએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગોળીબાર કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ ફેલાયો છે. હાલમાં ઇજાગ્રસ્ત અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની પોલીસ કુમક તૈનાત કરી સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો