મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પશ્ચિમ બંગાળમાં ધારાસભ્ય દળના નેતાની કરાશે પસંદગી, ગૃહમંત્રી અમિત શાહની નિરીક્ષક તરીકે નિમણૂક

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જનાદેશ મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ નવી સરકારની

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જનાદેશ મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ નવી સરકારની રચના અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. ભાજપની રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે એક યાદીમાં જણાવ્યું કે પાર્ટીના સંસદીય બોર્ડે આ મહત્વનો નિર્ણય લીધો છે. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ બંને નેતાઓ સંયુક્ત રીતે બંગાળમાં ધારાસભ્ય દળની બેઠક અને નેતૃત્વ પસંદગીની પ્રક્રિયા પર દેખરેખ રાખશે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહનો આ પ્રવાસ સંગઠન અને સરકારની રચના એમ બંને સ્તરે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પક્ષ હવે ઝડપથી સરકારની રચનાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે, જેથી રાજ્યમાં નવા શાસનની શરૂઆત થઈ શકે. આ નિમણૂકો દર્શાવે છે કે ભાજપ બંગાળમાં સત્તા સંભાળવા માટે ખૂબ જ ગંભીર અને વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યો છે.

આ સમાચાર શેર કરો