VIDEO: રોડ સાઈડ ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાતા અકસ્માત, 4ના ઘટનાસ્થળે જ કરૂણ મોત
ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસ CNG પંપ નજીક આજે વહેલી સવારે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. રોડ સાઈડ ઉભે
ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસ CNG પંપ નજીક આજે વહેલી સવારે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. રોડ સાઈડ ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પોમાં સવાર બે મહિલા, એક પુરુષ અને એક પાંચ વર્ષની બાળકી સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે માનવ અંગો રસ્તા પર વિખેરાઈ ગયા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફતે તારાપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં મૃતકો દાહોદ તરફના મજૂર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તાર અકસ્માત ઝોન હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ સાઈન બોર્ડ ન મુકાતા નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
