મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં તલવારધારી ગેંગે બંધ ઘરમાં ચોરીને આપ્યો અંજામ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત જિલ્લામાં તસ્કરોની ટોળકીએ ભારે તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં તલવાર ગેંગ સક્રિય થઈ છે. જેમાં સુરત જિલ્લાના કામરેજના

સુરત જિલ્લામાં તસ્કરોની ટોળકીએ ભારે તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં તલવાર ગેંગ સક્રિય થઈ છે. જેમાં સુરત જિલ્લાના કામરેજના તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ હતી. આ ગેંગ દ્વારા ગામના બંધ ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.

સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના શામપૂરા ગામે એક પરિવાર ફરવા માટે બહાર ગયો હતો. તે દરમિયાન બંધ ઘરની રેકી કરી તેને નિશાન બનાવી તસ્કરોની ટોળકી દ્વારા ચોરીનો અંજામ આપવામાં આવ્યો હતો. તલવાર સાથે ગામમા ફરતા તસ્કરોનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.

આ પણ વાંચો : અંજાર: મહિલાની આંખમાં મરચું નાખી લૂંટ મચાવનાર શખ્સ ઝડપાયો

ચોરી કરતી વેળાએ કોઈ આ ટોળકીને પકડી ન પાડે તે હેતુથી પોતાના બચાવ માટે તસ્કરો હવે તલવાર સાથે આવે છે. તલવાર સાથે ફરતી તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બંધ ઘરમાં ચોરીની જાણ થતાં સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે કામરેજ પોલીસે આ તસ્કરોની ટોળકી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો