Surat: શિવ રેસીડેન્સીમાં SVNITની એક્સપર્ટ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ, ધરાશાયી દીવાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
સુરતમાં આવેલી શિવ રેસીડેન્સીની પ્રોટેક્શન વોલ અને પાર્કિંગનો ભાગ ધરાશાયી થવાની ઘટના બાદ હવે વહી

સુરતમાં આવેલી શિવ રેસીડેન્સીની પ્રોટેક્શન વોલ અને પાર્કિંગનો ભાગ ધરાશાયી થવાની ઘટના બાદ હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. બિલ્ડિંગની સલામતી અને માળખાકીય મજબૂતાઈની તપાસ માટે SVNITના આર્કિટેક્ચર અને સિવિલ એન્જિનિયરિંગ વિભાગના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SVNITના એક્સપર્ટ્સ, આર્કિટેક્ટ સુરેશ મોડિયા અને અન્ય ટેકનિકલ ટીમો દ્વારા પ્રોજેક્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ચકાસણી પૂર્ણ થયા બાદ આ ટીમ પોતાનો વિસ્તૃત રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપશે, જેના આધારે રહીશોને પરત આવવા દેવા કે નહીં તેનો નિર્ણય લેવાશે.
બીજી તરફ, જે સ્થળે દીવાલ ધરાશાયી થઈ હતી અને મોટો ખાડો પડ્યો હતો, ત્યાં જમીન પૂરવાની અને પ્રોટેક્શન વોલને મજબૂત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ રાતથી સતત નિરીક્ષણ કરી રહ્યાં છે.







