VIDEO : મમતાની સામે સુવેન્દુ અધિકારીએ ભવાનીપુરથી નોંધાવી ઉમેદવારી, ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર
ભવાનીપુર પશ્ચિમ બંગાળનો સૌથી હાઇ-પ્રોફાઇલ મતવિસ્તાર છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આ બેઠ
ભવાનીપુર પશ્ચિમ બંગાળનો સૌથી હાઇ-પ્રોફાઇલ મતવિસ્તાર છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આ બેઠક પરથી સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહે સુવેન્દુ અધિકારી સાથે રોડ શોમાં ભાગ લીધો હતો. અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપ અને ટીએમસીના કાર્યકરો સામસામે આવી ગયા. બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ.
ભાજપ અને ટીએમસીના કાર્યકરો સામસામે
અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપ અને ટીએમસીના કાર્યકરો સામસામે આવી જતાં ઝપાઝપી પણ થઈ. તેમ છતાં અમિત શાહ તેમના પ્રચાર રથમાંથી નીચે ઉતર્યા, તેમના વાહનમાંથી ઉતર્યા અને સુવેન્દુ અધિકારીના ઉમેદવારી પત્ર ભરવા માટે આગળ વધ્યા.
ભવાનીપુરમાં મમતા સામેનો પડકાર સરળ નહીં હોય. સુવેન્દુ અધિકારી બંગાળમાં એક ઉભરતા કદાવર નેતા છે, તેઓ મતદારોને નજીકથી સમજે છે. આજે ભવાનીપુરમાં અમિત શાહે ખુલાસો કર્યો કે સુવેન્દુ શરૂઆતમાં ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ અમિત શાહે તેમને કહ્યું કે ભવાનીપુરથી ચૂંટણી લડીને એકવાર ફરીથી મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવવાના છે.






