VIDEO: સિદ્ધપુર હાઇવે પર ટેમ્પોમાંથી 7.70 લાખનો શંકાસ્પદ ઘી ઝડપાયો, બે શખ્સોની અટકાયત
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઇવે પરથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. વાહન ચેકીંગ દરમ્યાન પોલીસ
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઇવે પરથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે આ જથ્થો ઝડપ્યો છે. એક ગાડીમાંથી શંકાસ્પદ ઘી ના 308 ડબ્બા મળી આવ્યા હતા. જેની અંદાજે કિંમત 7.70 લાખ રૂપિયા જેટલી થાય છે. ગાડીમાં સવાર બે શખ્સને પોલીસે ઝડપ્યા છે. જેઓ અમદાવાદના નરોડાના હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.




