VIDEO: સુરેન્દ્રનગર / દિપક વાઘેલાના મોતને લઈને પોલીસ પર ગંભીર બેદરકારીના આરોપ
સુરેન્દ્રનગરમાં દિપક વાઘેલાના મોતને લઈને પોલીસ પર ગંભીર બેદરકારીના આરોપ

સુરેન્દ્રનગરમાં દિપક વાઘેલાના મોતને લઈને પોલીસ પર ગંભીર બેદરકારીના આરોપ લાગ્યા છે. મળતી માહિતી મુજબ મિલન સિનેમા નજીક યુવકનું બ્લડપ્રેશર વધી જતા કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બ્રેનસ્ટ્રોકના કારણે મગજની નસ ફાટી ગઈ હતી. પરિવારનો આક્ષેપ છે કે ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાના બદલે પોલીસ મથકે લઈ જવાયો હતો, જ્યાં બેભાન હાલતમાં રાખવામાં આવ્યો. પરિવારજનો સતત સારવાર માટે વિનંતી કરતા રહ્યા છતાં પોલીસ દ્વારા દબંગાઈ દાખવાઈ હોવાનો આરોપ છે. અંતે યુવકે પ્રાણ ગુમાવ્યા હતા. હવે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


