Surendranagar news: મુળીમાં કાર્બોસેલની ખાણમાં લોડર મશીન સાથે યુવાન પડ્યો, ઘટનાસ્થળ પર જ મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામે વધુ એક યુવાનનો જીવ લઈ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામે વધુ એક યુવાનનો જીવ લઈ લીધો છે. મુળી તાલુકાના ખાખરાળા ગામે થયેલી એક દુ:ખદ ઘટનામાં 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ ખનિજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાખરાળા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કાર્બોસેલની ખાણ ખોદવામાં આવી હતી.

 લોડર મશીન આ ખાણમાં ખાબકી પડ્યું

આ ખાણમાં સેન્ડ સ્ટોન અને ફાયર ક્લે ભરવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે લોડર મશીન આ ખાણમાં ખાબકી પડ્યું. આ દુર્ઘટનામાં 20 વર્ષીય યુવક અજય બાહકીયા લોડર મશીન સહિત ખાણમાં ફસાઈ ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું.

જાહેરાત

પ્રાંત અધિકારી અને પોલીસ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી

ગેરકાયદેસર ખાણ ખનિજ માફિયા વિઠલ જાગા દ્વારા બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી અને પોલીસ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ખાણમાં ફસાયેલા લોડર મશીન અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત