VIDEO: સુરેન્દ્રનગર / મનપા દ્વારા શહેરમાં જર્જરીત બનેલા 64 મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરીત બનેલ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરીત બનેલા 64 મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ આ મકાનો ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હોવા છતાં માલિકોએ કોઈ કાર્યવાહી ન કરતા, સુરક્ષાના ભાગરૂપે પાલિકાની ટીમોએ વઢવાણ, જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં આ તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરી છે. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી લેવાયેલા આ પગલા બાદ, મકાનો તોડવાનો ખર્ચ વસૂલવા માટે સિટી સર્વે ભવનમાં મૂળ માલિકોના નામે મિલકત પર બોજા પણ દાખલ કરવામાં આવ્યા છે.

