VIDEO: સુરેન્દ્રનગર / ખોડું ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, સુસાઈડ નોટમાં 15 લોકોના ત્રાસનો આક્ષેપ, જેમાં 5 પોલીસકર્મીઓ
સુરેન્દ્રનગર જિલ્લાના ખોડું ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડું ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ રમેશ પારઘી તરીકે થઈ છે. મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં બ્લેકમેઈલ કરી વારંવાર રૂપિયા પડાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં કુલ 15 લોકોના ત્રાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં 5 પોલીસકર્મીઓના નામ પણ લખાયેલા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ યુવકની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. DYSP પાર્થ પરમારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.


