Surat news: ડિસ્ટ્રિક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળ પર પહોંચી
રાજ્યની સુરતની ડિસ્ટ્રિક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે સ

રાજ્યની સુરતની ડિસ્ટ્રિક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ધમકી ઇમેલથી આવી હતી. કોર્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ગમે ત્યારે બ્લાસ્ટ થશે.
પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળ પર
બોમ્બની ધમકી મળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો કોર્ટમાં દોડી ગયા હતા. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોલીસ, ડોગ સ્કોવ્ડ, બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો તપાસ અર્થે પહોંચી હતી. તમામ ટીમોએ કોર્ટ રૂમ અને પરિસરની તપાસ આદરી હતી. જોકે સુરક્ષાના કારણોસર સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરવામાં આવ્યું હતું. જોકે કોઈ વાંધાનજક વસ્તુ તપાસ દરમિયાન મળી નહોતી.




