Surat News: શેરડીના ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો, બંધ થઈ શકે છે સુગર મિલો 

આ વર્ષે દક્ષિણ ગુજરાતની સુગર મિલો વહેલા બંધ થઈ જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વ

આ વર્ષે દક્ષિણ ગુજરાતની સુગર મિલો વહેલા બંધ થઈ જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. આની પાછળ પાછોતરા વરસાદ, કમોસમી વરસાદ અને પાક ફેર બદલીના થવાના કારણો જવાબદાર છે. તેમજ શહેર નજીક આવેલા ગામડાઓમાં વધી રહેલા બાંધકામોના કારણે શેરડીની ખેતી બંધ થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર 160 દિવસ ચાલતી સુગર મિલો 80થી 90 દિવસ જ ચાલશે. સુગર મિલો અને ખેડૂતોને કરોડો રૂપિયાની નુકશાની થશે. અગાઉ વિઘા દીઠ 30 ટન શેરડીનું ઉત્પાદન હતું, હાલ તે ઘટીને 20 ટન માંડ-માંડ ઉત્પાદન આવે છે. આવી પરિસ્થિતિને જોતા સુગર મિલના સંચાલકો ચિંતામાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત