VIDEO: સુરત ચીખલીગર ગેંગને નથી રહ્યો પોલીસનો ડર, યુવક પર કર્યો જીવલેણ હુમલો
સુરત શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગણેશ નગર ખાતે ચીખલીગ
સુરત શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગણેશ નગર ખાતે ચીખલીગર ગેંગ દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરત શહેરમાં અવારનવાર ચોરી, લૂંટ, હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. યુવક દ્વારા ચીખલીગર ગેંગ સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે આ બધી ઘટનાઓ વચ્ચે સુરતના ભેસ્તાન પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થતા દેખાય છે.




