VIDEO: શાળાઓમાં સવારે પ્રાર્થનાસભામાં બંધારણની પ્રસ્તાવનાના પઠનની PIL સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે દેશભરની શાળાઓમાં સવારની સભા દર

સુપ્રીમ કોર્ટે દેશભરની શાળાઓમાં સવારની સભા દરમિયાન બંધારણની પ્રસ્તાવનાનું દૈનિક પઠન ફરજિયાત બનાવવાની માંગ કરતી જનહિત અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે પ્રસ્તાવના પહેલેથી જ શાળાના અભ્યાસક્રમનો ભાગ છે અને ધોરણ 6થી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા દાખલ આ અરજીમાં શાળાઓમાં રાષ્ટ્રગીતની જેમ પ્રસ્તાવનાનું નિયમિત સામૂહિક પઠન કરાવી બંધારણીય મૂલ્યોની સમજ કેળવવા માટે કેન્દ્ર સરકારને સમાન નીતિ ઘડવા નિર્દેશો આપવાની માંગ કરાઈ હતી. જોકે, કોર્ટે આ અરજી પર વિચારણા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.




