મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદ ખેંચાતા ગૌશાળાઓમાં ઘાસચારાની અછત, સંચાલકોએ તંત્ર પાસે મદદ માંગી

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં વરસાદ ખેંચાતા ગૌશાળાઓમાં ઘાસચારાની

તસવીર: gstv

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં વરસાદ ખેંચાતા ગૌશાળાઓમાં ઘાસચારાની અછત સર્જાઈ છે. વરસાદના અભાવે પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ ન હોવાથી ગૌશાળા સંચાલકો સામે પશુઓના નિભાવની મુશ્કેલી ઊભી થઈ છે. ઘાસચારાની અછતને પગલે તાલુકાની વિવિધ ગૌશાળાઓના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. સંચાલકોએ રજૂઆત કરી છે કે ગૌશાળાઓમાં રહેલા પશુઓ માટે તાત્કાલિક ધોરણે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ પશુઓના નિભાવ માટે જરૂરી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વરસાદની અછત વચ્ચે ગૌશાળાઓની સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો