VIDEO: ગોધરામાં તહૂરા પ્રોટીન્સમાં પુરવઠા વિભાગના દરોડા, 16.47 કરોડનો તુવેરનો જથ્થો જપ્ત
ગોધરા શેખ મજવાર રોડ પર આવેલા તહૂરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા અધિકારીએ શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થ
ગોધરા શેખ મજવાર રોડ પર આવેલા તહૂરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા અધિકારીએ શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો સીઝ કર્યો. બાતમીના આધારે કરેલી તપાસ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીને 11 લાખ કિલોગ્રામનો અંદાજે રૂ. 16.47 કરોડની કિંમતનો આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાનો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો હતો.
તુવેરદાળના જથ્થા અંગે કોઈપણ આધાર પુરાવા નહીં
મિલ સંચાલકો પાસે તુવેરદાળના જથ્થા અંગે કોઈપણ આધાર પુરાવા નહીં મળતા સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જથ્થો સીઝ કરાતા આસપાસની મિલોના સંચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.




