મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હોટલમાં પ્રેમી યુગલનો આપઘાત: લગ્નમાં અડચણ હોવાનું પ્રાથમિક અનુમાન

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કુમકુમ હોટલમાં પંચમહાલના પ્રેમી યુગલે ગ

તસવીર: gstv

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કુમકુમ હોટલમાં પંચમહાલના પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરી છે. ૨૧ વર્ષીય યુવક જયદીપ પટેલિયા અને ૨૨ વર્ષીય યુવતી નીતાબેન ડામોરે નાયલોનની દોરી વડે પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું હતું.ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને લગ્નમાં અડચણ આવવાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. હાલ મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને પોલીસ અન્ય કારણોની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો