મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચાંદખેડાની હોટલમાં યુવક-યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

અમદાવાદના ચાંદખેડામાં આવેલી હોટેલમાં એક રૂમમાંથી યુવક અને યુવ

તસવીર: gstv

અમદાવાદના ચાંદખેડામાં આવેલી હોટેલમાં એક રૂમમાંથી યુવક અને યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.બંને મૃતકો મૂળ સંતરામપુરના રહેવાસી હોવાનું અને આપઘાત પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા છે. મૃતક યુવતી અમદાવાદમાં જ રહીને નર્સિંગનો અભ્યાસ કરતી હતી.મળતી માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારની કુમકુમ હોટેલમાં આ યુવક અને યુવતી રોકાયા હતા. હોટેલના નિયમ મુજબ સ્ટાફે જ્યારે રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે લાંબા સમય સુધી અંદરથી કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો અને દરવાજો ખુલ્યો ન હતો. આ અંગે સ્ટાફે હોટેલના મેનેજરને જાણ કરી હતી. ત્યારબાદ મેનેજરની હાજરીમાં રૂમનો દરવાજો ખોલવામાં આવતા જ અંદરનો નજારો જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. રૂમમાં પંખા સાથે દોરડું બાંધેલી હાલતમાં બંનેની લાશ લટકતી જોવા મળી હતી, જેથી હોટેલના સ્ટાફે તુરંત જ પોલીસને જાણ કરી હતી.

આ સમાચાર શેર કરો