Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Suicide of lover bird in Ahmedabad's Chandkheda hotel, police investigate

Ahmedabadના ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadના ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ
સોર્સ : gstv

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલ પાસે આવેલી એક હોટલમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યો હોવાની ઘટના બની છે. હોટલમાં પ્રેમી પંખીડા પંખે લટકેલી હાલતમાં જોવા મળ્યા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

App Store

મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનારા યુવતીની ઉંમર 20 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવાનું જણાય છે. પ્રેમી પંખીડાઓ પંચમહાલ જિલ્લાના સંતરામપુરના રહેવાસી હોય તેવું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવક-યુવતી પાસેથી હાલ કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. આપઘાત મામલે ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.