મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahodમાં અનિયમિત બસો આવતી હોવાથી પરેશાન વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો, વધુ બસ શરુ કરવાની કરી માગ

દાહોદમાં વિદ્યાર્થીઓએ એસટીબસ સામે ચક્કાજામ કરી હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓને અનિયમિત બસના કારણે જેસાવાડાથી દ

દાહોદમાં વિદ્યાર્થીઓએ એસટીબસ સામે ચક્કાજામ કરી હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓને અનિયમિત બસના કારણે જેસાવાડાથી દાહોદ સ્કૂલ અને કોલેજ આવતા મુશ્કેલી થઈ રહી છે. તેમના વિસ્તારમાં અનિયમિત બસ આવતી હોવાથી અભ્યાસમાં પણ મુશ્કેલી થઈ રહી છે. જેથી એ રુટ પર નિયમિત વધુ બસ શરુ કરવા માગ કરી છે. ત્યારે અનેક વાર રજૂઆતો થતાં સમસ્યાનું સમધાન આવ્યું ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. આ દરમિયાન એસટી વિભાગના અધિકારીઓએ આવતીકાલથી બસની સુવિધા કરી આપવાની સમજાવટ બાદ વાહન વ્યવહાર ખુલ્લો કરાયો હતો. વિદ્યાર્થીઓએ લેખિતમાં બસ શરૂ કરવાની બહેદારી આપવા માગ કરી હતી. 

આ સમાચાર શેર કરો