VIDEO: અમદાવાદમાં જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા 40 ટકા સ્ટાઈપેડ વધારાના મામલે હડતાલ
ગુજારાતની છ સરકારી મેડિકલ કોલેજો અને 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તમામ ઈન્ટર્ન ડોક્ટરો
ગુજારાતની છ સરકારી મેડિકલ કોલેજો અને 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તમામ ઈન્ટર્ન ડોક્ટરો તથા પ્રથમથી માંડી ત્રીજા વર્ષના તમામ રેસિડેન્ટ ડોક્ટરો સહિત 7 હજારથી વઘુ જુનિયર ડોક્ટરો આજથી હડતાળ પર જશે. જેથી ફરીએકવાર દર્દીઓ ને હેરાન થવાનો વારો આવશે. કારણકે જુનિયર ડોક્ટરો હડતાળ પર જશે તો સરકારી હોસ્પિટલોમાં ઓપીડીથી માંડી ઓપરેશનોને મોટી અસર થશે.
સ્ટાઇપેન્ડ પણ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું
સ્ટાઇપેન્ડ પણ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ સિઝનલ રોગચાળો ફાટી નિકળ્યો છે અને બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે દર્દીઓએ આજે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આજે અમદાવાદમાં 10 હજારથી વધુ ઓપીડી રદ કરવામાં આવી છે.
અન્ય રાજ્યોમાં સ્ટાઈપેડ
તામિલનાડુ 50000
હિમાચલ પ્રદેશ 40000
મધ્ય પ્રદેશ 69 000
કેરેલા 55000
મણીપુર 50000
મેઘાલય 75000
રાજસ્થાન 72000
તેલંગણા 58000
કર્ણાટક 45000 થી 90000
ઓરીસ્સા 65000 થી 83000
ગુજરાત સરકારે 1.30 લાખ સુધીનું કર્યુ છે પણ અન્ય રાજ્યોમાં મળે છે 40 થી 7૦ હજાર મળે છે
જુનિયર ડોક્ટરોની હડતાળની જાહેરાત સામે સરકારે જણાવ્યું છે કે જુનિયર ડોક્ટરોએ જે રીતે સરકારને હડતાળની ચીમકી આપી છે તે ગેરવ્યાજબી છે. ખરી પરિસ્થિતિ એ છે કે રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વઘુ સ્ટાઈપેન્ડ આપવામા આવે છે. ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. ઉપરાંત ગુજરાતમાં ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતુ સ્ટાઈપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.
રેસિડેન્ટ-વિદ્યાર્થીનું સ્ટાઈપેન્ડ શિક્ષકના પગારથી વધી જાય
સરકારના આરોગ્ય-મેડિકલ શિક્ષણ સાથેના એક અધિકારીના જણાવ્યા મુજબ હવે આનાથી વધારે સ્ટાઈપેન્ડ ઈન્ટર્ન-રેસિડેન્ટને આપી શકાય તેમ નથી. કારણકે હાલ આસિસ્ટન્ટ પ્રોફેસરોનો શરૂઆતનો પગાર સ્કેલ જ 1.30 લાખની આસપાસ છે અને કરાર આધારીત નિમાતા હંગામી ડોક્ટરોને પણ સરકારે 1 લાખથી વધારે આપતી હોય છે, ત્યારે ઈન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત હંગામી અઘ્યાપકો કરતા વઘુ રકમ સ્ટાઈપેન્ડ રૂપે રેસિડેન્ટ ડોક્ટરોને મળે છે. જો રેસિડેન્ટ ડોક્ટરોને 40 ટકા વધારા સાથે સ્ટાઈપેન્ડ આપવામા આવે તો પ્રોફેસરના પગાર કરતા પણ સ્ટાઈપેન્ડની રકમ વધી જાય.
સરકારી ડેન્ટલ હોસ્ટિલના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ જોડાશે
મેડિકલના જુનિયર ડોક્ટરોની હડતાળને ડેન્ટલના જુનિયર ડોક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. જેથી આજે બી.જે.મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો સાથે સિવિલ કેમ્પસમાં જ આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ હડતાળમાં જોડાશે. ઉપરાંત જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ જામનગર મેડિકલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરો સાથે હડતાળમાં જોડાશે.
સરકારી ડેન્ટલ હોસ્ટિલના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ જોડાશે
મેડિકલના જુનિયર ડોક્ટરોની હડતાળને ડેન્ટલના જુનિયર ડોક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. જેથી આજે બી.જે.મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો સાથે સિવિલ કેમ્પસમાં જ આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ હડતાળમાં જોડાશે. ઉપરાંત જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ જામનગર મેડિકલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરો સાથે હડતાળમાં જોડાશે.








