મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પેપરલીક માટે કડક કાયદા, પણ સજા કોને થઈ?& ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકર

તસવીર: gstv

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પેપર લીક મુદ્દે તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓના દીકરા-દીકરીઓને પાસ કરાવવા માટે પેપર લીક થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટના નામે માત્ર નાના આરોપીઓને પકડીને ત્રણ મહિનામાં કેસ બંધ કરવાની તૈયારી થઈ રહી છે, જ્યારે મોટા માથાઓ સુધી તપાસ પહોંચતી નથી. ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે માત્ર કડક કાયદાથી નહીં, પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી સ્વચ્છ નીતિ અપનાવવામાં આવશે તો જ પેપર લીક જેવી ઘટનાઓ અટકશે.  

આ સમાચાર શેર કરો