મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીમાં ગેરકાયદેસર ખનિજ ખનન કરનાર તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી, અંદાજે 19 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ખનિજ

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરનાર તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મામલતદાર અને કચેરીના સ્ટાફે ફરેણી ગામ તરફ પેટ્રોલિંગ દરમિયાન મામાદેવ મંદિર નજીક તળાવ વિસ્તારમાં મોરમ માટીની ચોરી ઝડપીને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ અથવા જરૂરી દસ્તાવેજો વગર ટ્રેક્ટર અને જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તંત્રએ મોરમ માટી સહિત અંદાજે રૂ.19 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કર્યો છે. તમામ વાહનો ધોરાજી તાલુકા પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો