મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વાપીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, રસ્તા પરથી પસાર થતાં યુવકને શિંગડે ચડાવીને ઉછાળ્યો

સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે વાપીમાં

સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે વાપીમાં પણ રખડતાં ઢોરનો ત્રાસ ઘણા બધા પ્રયાસો પછી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વાપીના છીરી વિસ્તારમાંથી વરસાદી માહોલમાં બે યુવકો શાંતિથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન બે પશુઓ પણ શાંતિથી ઉભા હતાં. પરંતુ અચાનક એક પશુ દોડીને ચાલી રહેલા યુવકો પૈકીને એકને કમરના ભાગેથી હવામાં ફંગોળ્યો હતો. જેથી યુવક રસ્તા પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી ફરીથી એકવાર રખડતા ઢોરનો મુદ્દો ગરમાયો છે.

આ સમાચાર શેર કરો