VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ૭૨મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ ખાતે યોજાશે, પ્રવાસનને વેગ મળશે
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૨મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ યોજાવા જઈ રહ્ય

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૨મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે, આ ભવ્ય અને ગૌરવપૂર્ણ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે કલાકારોને એનાયત કરવામાં આવશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમક્ષ યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમથી નર્મદા જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને અભૂતપૂર્વ વેગ મળશે તેવી પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે. ફિલ્મ જગતના આ મહાન આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીના અવસરો વધશે અને સાથે જ ગુજરાતની સંસ્કૃતિ તથા વિશ્વકક્ષાના આ પ્રવાસન ધામને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ પ્રાપ્ત થશે.




