Video: સુરત સિવિલમાં બળાત્કારી આસારામની પૂજા કરતો સ્ટાફ, બનાવથી સુપ્રિટેન્ડેન્ટ જ અજાણ!

સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. નવરાત્રી પર્વમાં માતાજીને બદલે બળાત્કારી આસારામની પૂજા અને

સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. નવરાત્રી પર્વમાં માતાજીને બદલે બળાત્કારી આસારામની પૂજા અને આરતી કરાઈ હતી. પીડિયાટ્રિસિયન સહિતનો સ્ટાફ આસારામની ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જ અજાણ હતા. 

 પીડિયાટ્રિસિયન સહિતના સ્ટાફે કરી પૂજા 

હાલ નવરાત્રીનો પર્વ ચાલતો હોવાથી ભક્તો માતાજીની ભક્તિમાં તલ્લીન થયા છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિસિયન જિગીષા પાટડિયા સહિતનો સ્ટાફ બળાત્કારી આસારામનો ફોટો મૂકી તેની પૂજા અને આરતી કરી રહ્યા હતા. નવરાત્રી પર્વમાં માતાજીની આરતી કરવાને બદલે આ અંધભક્તો આસારામની પૂજામાં તલ્લીન હતા.  હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડીંગના ગેટ પર જ આસારામની પૂજા કરાઈ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જ અજાણ હતા. હવે આ અંગે સુપ્રિટેન્ડેન્ટ કોઈ પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. 

આ સમાચાર શેર કરો

જાહેરાત