મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાની હોસ્પિટલના સ્ટોરમાંથી દવાઓના બોક્સ કર્મચારીઓ ફેંકતા નજરે આવ્યા

ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ, ઇન્જેક્શન અને લિકવિડ બોટલના બોક્સ એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂક

ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ, ઇન્જેક્શન અને લિકવિડ બોટલના બોક્સ એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે,અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે, એસ.એસ.જી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી કર્મચારીઓ દ્વારા પહેલે માળથી બોટલના બોક્સ નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા.

બોટલના બોક્સ નીચે નાખતા કેમેરામાં કેદ થયા 

ક્યાંક તો એવા પણ દ્રશ્ય જોવા મળ્યા કે બોક્સમાંથી દર્દીઓને ચઢાવવામાં આવતા બોટલ બોક્સમાંથી નીકળીને નીચે પડ્યા હતા.દર્દીઓને ચઢાવવામાં આવતા બોટલ કે ઇન્જેક્શન તૂટી જાય તો તેનું જવાબદાર કોણ રહેશે?.

આ રીતે ગરીબોની દવાઓ ફેકવી કેટલું વ્યાજબી

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે  પહેલે માળથી નીચે બોક્સને ઉતારવામાં ઘણી તકલીફો પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, આ રીતે ગરીબોની દવાઓ ફેકવી કેટલું વ્યાજબી છે.

આ સમાચાર શેર કરો