મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અખિલેશ યાદવની અટકાયત મુદ્દે SP કાર્યકરોનો વિરોધ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની અટકાયતના વિરોધમાં પાર્ટી કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ

તસવીર: gstv

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની અટકાયતના વિરોધમાં પાર્ટી કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે કાર્યવાહી કરીને અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ઘટનાસ્થળે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના નેતાઓએ આ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો અને લોકશાહી પદ્ધતિથી વિરોધ કરવાનો અધિકાર છીનવાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો