VIDEO : સપા સાંસદ રામ ગોપાલ યાદવના બંગલામાં ઘુસ્યું પાણી, સ્ટાફે ખોળામાં ઊંચકીને કારમાં બેસાડ્યા
દિલ્હી-એનસીઆરના પહેલો વરસાદ કહેર બની આવ્યો છે. ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોએ ભારે

દિલ્હી-એનસીઆરના પહેલો વરસાદ કહેર બની આવ્યો છે. ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોએ ભારે હાલાકીઓ સામનો કરવો પડી રહ્યો છે. તો આ વરસાદે સામાન્ય જનતાની સાથે સાથે 'સન્માનીય લોકો' માટે પણ મુશ્કેલી ઉભી કરી છે. દિલ્હીના સૌથી પોશ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નેતાઓ પણ વરસાદથી હેરાન પરેશાન થઇ ગયા છે. શુક્રવારે સવારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવનું ઘર પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું અને તેમને સંસદ ભવન જવા માટે પોતાના સ્ટાફના ખોળામાં બેસીને કાર સુધી જવું પડ્યું હતું.
શુક્રવારે વહેલી સવારે દિલ્હીમાં વરસાદને કારણે સપા સાંસદ રામ ગોપાલ યાદવના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. સંસદના સત્રને કારણે જ્યારે રામ ગોપાલ સંસદ જવા માટે તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે ઘરની અંદરના ભાગમાં પાણી ભરાઈ જવાથી તેમના સ્ટાફે તેમને હાથમાં ઊંચકીને ગાડી સુધી લઇ ગયા હતા. અને કારમાં બેસાડ્યા. આ પછી રામ ગોપાલ યાદવ સંસદ માટે રવાના થયા હતા.
રામ ગોપાલ સંસદ જવા રવાના થયા હતા
આ ઘટના પછી જ્યારે રામ ગોપાલ યાદવને વરસાદના કારણે તેમને પડી રહેલી સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'મારે સંસદમાં જવા માટે આ બધું કરવું પડ્યું. લોકો મને ઊંચકીને કાર સુધી લઇ ગયા. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ની અવ્યવસ્થા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, 'હું ચાર વાગ્યાથી NDMC અધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું. જો તમે પંપ લાવીને પાણી કાઢી નાખ્યું હોત તો આ સમસ્યામાંથી રાહત મળી જાત. આખો બંગલો પાણીથી ભરાઈ ગયો છે. અમે બે દિવસ પહેલા જ ફ્લોરિંગ કરાવ્યું હતું. લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
'જો નાળાઓની સફાઈ થઈ હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત'
રામ ગોપાલ યાદવે આના પર કહ્યું, 'ખરેખર એનડીએમસી તૈયાર નથી. આટલો મોડો વરસાદ પડ્યા બાદ પણ તેઓએ નાળાઓની સફાઈ કરી નથી. જ્યાં પણ ગટર ચોક-અપ થાય છે, એનડીએમસીના તમામ જૂના કર્મચારીઓ તેના વિશે જાણે છે. જો ગટરોની સફાઈ કરવામાં આવે તો આ સ્થિતિ ક્યારેય નહીં થાય. અમારી બાજુમાં નીતિ આયોગના સભ્યનો બંગલો છે, જેમને રાજ્ય મંત્રીનો દરજ્જો છે. પછી મંત્રીપદના લોકો છે. તેઓ ગૃહ રાજ્ય મંત્રી છે, જેમના હવાલા હેઠળ NDMC છે. આર્મી જનરલ છે. નેવી એડમિરલ છે, પરંતુ લોકો માટે બહાર આવવું મુશ્કેલ બની ગયું છે.






