Video: આ દિગ્ગજ કોંગ્રેસ આગેવાનના પુત્ર જોડાયા ભાજપમાં, જાણો લોકોએ શું કહ્યું
જુનાગઢ જિલ્લાના માંગરોળનાં એક દિગ્ગજ કોંગ્રેસ આગેવાન અને તાલુકા પંચાયતનાં પૂર્વ
જુનાગઢ જિલ્લાના માંગરોળનાં એક દિગ્ગજ કોંગ્રેસ આગેવાન અને તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખના પુત્ર કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પિતા કોંગ્રેસનાં આગેવાન જ્યારે પુત્રએ કેસરિયો ખેસ ધારણ કરતાં લોકોમાં અનેક તર્કવિતર્કો છે.
રાજ્યમાં ફરી એકવાર પક્ષપલટાની મોસમ ખીલી હોય તેમ જુનાગઢ જિલ્લાના માંગરોળનાં એક દિગ્ગજ કોંગ્રેસ આગેવાન અને તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ મોહનભાઈ કીદરખેડીયાના પુત્ર કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. પોતાના ૩૫ જેટલા કોંગ્રેસના કાર્યકરો સાથે આ કોંગ્રેસ આગેવાનના પુત્ર ભાજપમાં જોડાયા હતા. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત ચૂંટણી આવતાની સાથે જ તડજોડની રાજનીતિ ફરી શરૂ થઇ છે, તેવી લોકચર્ચા છે. જ્યારે પિતા કોંગ્રેસનાં આગેવાન અને પુત્રએ કેસરિયો ખેસ ધારણ કરતાં લોકોમાં અનેક તર્કવિતર્કો છે.








